સમાજના યુવા વર્ગમાં આસ્થાનું કેન્દ્ર છે…ત્રિકોણબાગ કા રાજા !!
છેલ્લા 19 વર્ષથી યોજાતા “ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ” નો અનેરો મહિમા છે. અહીં કોઈપણ પ્રકારની રોકટોક ને બંધન વગર, મુક્તમને દર્શન, આરતી, પ્રભુ સેવા ઉપલબ્ધ છે. અહીં દરરોજ હજારો વિદ્યાર્થીઓ, યુવાનોની અવરજવર થતી હોય છે ત્યારે યુવાભાઇ-બહેનો દર્શનનો લાભ લઈને પોતાની મનોકામના દુદાણા દેવ સમક્ષ મનોમન રજુ કરે છે અને સમયના પ્રવાહની સાથે આવા આસ્થાવાન વિદ્યાર્થીઓ, યુવાપેઢી પૂજ્ય વિધ્નહર્તા દાદાના અનુગૃહથી જીવનમાં પ્રગતિના મંડાણ કરે છે એવા અનેક છાત્રો, યુવાનોને અનુભવો થયા છે, તેઓની મનોકામના પૂર્ણ થઈ છે. અરે ! અમુક બહેનો તો પોતાના “ગણુંભૈયા” ને રાખડી બાંધીને તેમની આ સાથે વાતો કરતી નજરે પડતી હોય છે. આવા અનેક દ્રશ્યો, સુક્ષમ પેરણાઓ અને દાદાની અનુભૂતિના સ્વાનુભાવો “ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ” આયોજનને સફળતાના શિખર ઉપર લઇ ગયા છે.