સુકામને બાળકોમાં પ્રિય છે !! ત્રિકોણબાગ કા રાજા.
રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન દર વર્ષે “ત્રિકોણબાગ કા રાજા” વિવિધ મુદ્રામાં દર્શન આપે છે. અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, વિધ્નહર્તા દેવ શ્રદ્ધા સાથે કરેલી માનતા પૂર્ણ કરે છે એટલે જ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અનેક ભક્તો પોતાની માનતા પુરી કરવા અહીં પધારે છે. તમામ ધર્મ, કોમના લોકો મહોત્સવ દરમિયાન સાંજે થતી સમૂહ આરતીમાં ભાગ લે છે. ત્રિકોણબાગ કા રાજા બાળકોમાં અતિ પ્રિય છે. શ્રદ્ધાળુઓ દાદાને ધરેલ પ્રસાદી ડ્રાયફ્રુટ, વિવિધ મીઠાઈઓ જયારે બાલગણેશ સ્વરૂપ બાળકો સ્વહસ્તે લઈને આરોગતા હોય એવા દર્શ્યો આસ્થામાં વૃદ્ધિ કરે છે.