રાજકોટના “ત્રિકોણબાગ કા રાજા” ની રાષ્ટ્રીય પ્રશંસા
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ બિરદાવ્યું છે ત્રિકોણબાગ કા રાજા ના ભક્તિસભર આયોજનને “દેશમાં ભાઈચારો અને ભક્તિભાવનો પુનઃ ઉદય થાય” એવી ઉદાત્ત ભાવના સાથે મુંબઈથી શરૂ થયેલ આ સાર્વજનિક ગણપતિ મહોત્સવને રાજકોટ, સૌરાષ્ટ્રમાં લાવવાનું શ્રેય જીમ્મી અડવાણીના ફાળે જાય છે. ” શિવાજી સેવા સંઘ ” દ્વારા રાજકોટમાં શરૂ થયેલ ” ત્રિકોણબાગ કા રાજા ” ની રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય સ્તરે ભરપૂર પ્રશંસા થાય છે.
ગયા વર્ષે 2017 ના ગણપતિ મહોત્સવ દરમિયાન ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીમ્મી અડવાણીને એક ખાસ પત્ર પાઠવીને કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર શ્રદ્ધા વૈવિધ્યનું કેન્દ્ર છે, વિઘ્ન વિનાયક ગણપતિજીનું આહવાન ગુજરાત સહીત દેશમાં સામાજિક સોહાદ્ર વધુ દર્ઢ કરવામાં અવશ્ય યોગદાન આપશે એવી પ્રાર્થના સાથે રાજકોટ ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવને શુભેછાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રેડિયો ઉપર “મન કી બાત” 46 માં 29, જુલાઈ,રવિવારે દેશભરમાં ગણપતિ ઉત્સવ અનોખી રીતે, ઈકોફ્રેન્ડલી પધ્ધથી ઉજવવા દેશની જનતાને સંદેશો આપ્યો છે.