આસ્થા નું કેન્દ્ર છે !!! ત્રિકોણબાગ કા રાજા…ભકતોની મંન્નત થાય છે પુરી.
ગણમાન્ય અને ગૌરવવંતો રાજકોટનો ગણપતિ મહોત્સવ સ્થાપના ઈ.સ. 1999 સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણોના અધિપતિ દેવ શ્રી ગણપતિજીની ઉપાસનાની ઊર્જાનું આહવાન કરીને “શિવાજી સેવા સંઘ” ના જીમ્મી અડવાણીએ રાજકોટને કેન્દ્રમાં રાખીને “ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ” ની 19 વર્ષ પહેલા ઈ.સ. 1999 માં સ્થાપના કરીને સમગ્ર સૌરાષ્ટ્રને ભાદરવા માસે ગણેશ ચતુર્થીના દિવસોમાં સાર્વજનિક ગણપતિ મહોત્સવનો અનોખો રાહ ચીંધ્યો છે. આજે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર ધાર્મિક સમભાવ સાથે ગણપતિ ઉત્સવથી ધમધમે છે.
ઉપાસનાનું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ
ગણપતિ દેવની પેરણાથી માનવ સમાજને પારસ્પરિક નજીક લાવવા માટે અને સમાજ પર આવતા વિઘ્નો દૂર થાય આવા એવા શુભ ઉદેશથી, કોઈ પણ પ્રકારના ભેદભાવ કે ધર્મ-રાજનીતિથી પર રહીને ખુબ વિશાળ ઉદેશથી ” ત્રિકોણબાગ કા રાજા-ગણપતિ મહોત્સવ ” નો કરેલ શુભારંભ આજે સૌરાષ્ટ્ર-ગુજરાતની આન-બાન અને શાન અને ભક્તિભાવે ગણેશ ઉપાસનાનું લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
ગણપતિ મહોત્સવના નવ દિવસ દરમિયાન અહીં યોજાતા પૂજા, આરતી, યજ્ઞ સહિતના ભરચક કાર્યક્રમોનો શ્રદ્ધાળુઓ મન મૂકીને લાભ લેતા હોય છે. રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે યોજાતા આ ગણપતિ મહોત્સવમાં નવ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામે ગામથી ભક્તજનો હાજીરી આપીને ત્રિકોણબાગ કા રાજાના અલોકિક દર્શનનો લાભ લે છે, આ દુંદાળા દેવના દર્શન કરવા અચૂક પધારે છે.