ગણેશોત્સવ પર્વનું રહસ્ય અને વિશેષતા
ગણનાયક ,જ્ઞાન ગુણ નિધાના ,પૂજિત પ્રથમ ,રૂપ ભગવાના ।/ ચોપાઈના એક ચરણમા શ્રી ગણેશ વંદના આ રીતે કરવામાં આવી છે . ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં પુરાણો ,અનેક શાસ્ત્રોમાં ઠેર ઠેર ગણપતિ ની મહત્તા વિષે અનેક વાતો ,ઉદાહરણો સાથે રજુ થયેલી છે . ગણેશ વિદ્યા -બુદ્ધિ દેનારા ,વિઘ્ન વિનાશક ,મંગલકારી ,રક્ષણકર્તા , મનોકામના પૂર્ણ કરનારા , સિદ્ધિ ,સમૃદ્ધિ ,શક્તિ ,,પ્રતિષ્ઠા , દીર્ઘાયુષ્ય શાંતિ આપનારા દેવ તરીકે પૂજનીય છે ગણપતિ નો અર્થ સંસ્કૃતકોશમાં ” ગણ ” = પવિત્રક અને “પતિ ” એટલે સ્વામી અર્થાત પવિત્રતા ના સ્વામી એટલે ગણપતિ ! વૈદિક પરમ્પરાનુસાર દરેક કાર્યોમાં શ્રી ગણેશ સ્થાપન -આહ્વાન પ્રથમ થાય છે . પાંચ દેવ માં ગણેશ પંચાયતન માં વચ્ચે ,ઈશાન ખૂણે વિષ્ણુ ,અગ્નિ ખૂણે મહાદેવ ,નૈઋત્યખૂણામાં સૂર્ય અને વાયવ્ય ખૂણામાં પાર્વતી માતા નું સ્થાપન હોય છે .ગણેશ સર્વ વિઘ્નોને દૂર કરનારા દેવ છે અને તેથી દરેક દેવતોએભક્તિ ભાવ સાથે ગણેશ વંદના કરેલી હોવાનો ઉલ્લેખ પુરાણો શાસ્ત્રોમાં છે . ભાદરવા સુદ ચોથ આ શ્રી ગણેશ નો જન્મદિવસ છે જે ભારત અને વિશ્વભરમાં ધામધૂમથી અને શ્રદ્ધા સાથે વાજતે ગાજતે ઉજવાય છે , કોઈ દોઢ દિવસ,પાંચ દિવસ કે પોતાની શક્તિ મુજબ સ્થાપન અને વિસર્જન કરે છે. મોટે ભાગે અનંત ચૌદસને દિવસે શ્રી ગણેશ મૂર્તિનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે 10 દિવસ ની પૂજા સાથે અનેક સાંસ્કૃતિક કાર્યકમોસાર્વજનિક ઉત્સવ મંડળો કરે છે અને ભેદભાવ વિના કોમી એકતા નું આગવું દર્શન થાય છે . દેવોની ગણેશ પૂજા પ્રાસંગિક હતી ,તેને સામુહિક સ્વરુપ અપાયું નહોતું – ઇતિહાસ નોંધે છે કે — છત્રપતિ શિવાજી મહારાજ ને મારવા અફઝલખાન આવે છે ,તેવી બાતમી સમર્થ સ્વામી રામદાસ ને મળી ત્યારે શિવાજી ના રક્ષણ અને વિજય માટે ગણેશ પ્રાર્થના કરતી વક્ર્તુંડની સ્તુતિ લખેલી, જે શિવાજી મહારાજ ના રાજ્યાભિષેક 16સપ્ટેમ્બર 1676 સજ્જનગઢ ખાતે રજૂ કરેલી તે આજે પણ મરાઠીમાં નિત્ય ગવાય છે ..અને આરતીનું રૂપ લીધું છે , મહારાષ્ટ્રમાં પ્રથમ ગણેશોત્સવ -શિવાજીમહારાજ અને સમર્થ સ્વામી રામદાસે ભેગા મળીને ભાદરવા સુદ ચોથ થી માઘ-માહ મહિના ની સુદ પાંચમી સુધી -પાંચમહિના ચલાવેલો આ પ્રથમ ગણેશોત્સવ 1675 -76માં ઉજવેલો તે મનાય ;
1892 માં મુંબઈ માં ચાલીમાં ગિરગામમાં કેશવજી નાયકે પ્રથમ ગણેશોત્સવ ઉજવ્યો ! લોકમાન્ય તિલકે પૂનામાં અંગ્રેજો ની હકુમત સામે સ્વત્રંતા અને સ્વરાજ મેળવવા ધાર્મિક નહિ પણ દેશ ભક્તિ આઝાદી માટે જાગૃત કરવા,પ્રજા સંગઠન માટે ગણેશોત્સવને સાર્વજનિક -સામુહિક આપ્યું તે સાલ હતી 1893 ; લોકમાન્ય તિલકે પ્રાચીનકાળ ની ગણેશ પૂજા ને પુનઃ જીવત કરી વિરાટ સ્વરૂપ આપ્યું અને ત્યારથી મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત તેમજ ભારત ભર વિશાલ પાયે આ સામુહિક સાર્વજનિક ગણેશોત્સવ ની પરમ્પરા ચાલુ થઈ . ભારતીઓ જ્યાં વસ્યા ત્યાં ત્યાં આપણી સંસ્કૃતિ ,તહેવારો ઉત્સવો ની ઉજવણી કરવાનો ચીલો ચાલુ રાખતા હવે જગત આખામાં ભારતીય પર્વો હોંશે હોંશે ઉજવાય છે – સર્વવ્યાપક બન્યા છે , મેં અમેરિકાના વસવાટ દરમ્યાન આ બધામાં ભાગ લીધો હતો ,અત્રે નોંધવું જરુરી છે કે ગણેશ મૂર્તિઓ ખાસ ભારત -મુંબઈમાંથી મંગાવવામાં આવતી , વિસર્જન સરઘસ અને નાની મૂર્તિ નું વિસર્જન થાય છે ,મોટી મૂર્તિ પૂજનમાં રખાય છે . અમેરિકામાં નાની મૂર્તિ વિસર્જન માટે સરકારે છૂટ આપેલી છે દરેક માણસે , ગણેશ મહિમા અને તેનું રહસ્ય-મહત્ત્વ , વિષે જાણવું જોઈએ , ચીલાચાલુ પરંપરા સાચવવાનો કોઈ અર્થ રહેતો નથી .શ્રી ગણેશ પુરાણ અનુસાર શ્રી ગણેશે જુદા જુદાં સમયે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે અવતારો ધારણ કરેલા છે . સત્યયુગમાં કાશ્યપ મુનિના પુત્ર તરીકે ,જન્મ્યા -સિંહનું વાહન ધારણ કરેલું ;ત્રેતા યુગમાં ગણેશ તરીકે જન્મલીધો અને મયૂરેશ્વર નામે પ્રસિદ્ધ થયા ;તે વખતે મયુર તેઓનું વાહન હતું . દ્વાપરયુગમાં શિવપુત્ર તરીકે અવતાર લીધો અને ગજાનન નામ ધારણકર્યું ,સુંદરાસુરનો વધ કર્યો , વર્ણેય રાજાને ગણેશ ગીતા સંભળાવી ; ચોથા યુગમાં એટલેકે કલિયુગમાં અશ્વ ઉપર આરૂઢ થનારા ધૂમ્ર કેતુ તરીકે અવતાર લઈને મ્લેચ્છોનો નાશ કરશે એવો વર્તારો છે ; ગણેશ પુરાણ મુજબ ત્રણ અવતરો થઈ ગયા ;ચોથો અવતાર બાકી છે .
” ગ “જ્ઞાનાર્થ વાચક અને ” ણ “-એટલે નિર્વાણ વાચક શબ્દ – જ્ઞાનનિર્વાણ વાચક ગણના ઈશ દેવ ગણેશ ,એટલે પરબ્રહ્મ છે તેને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા ગણેશોત્સવ મહત્વનું શક્તિ પ્રદાન (આપનારું 0પર્વ છે। ભક્તો ના આયુષ્ય સાથે તેની મનોકામના સિદ્ધ કરી , વિઘ્નમાં અટવાયેલા કામો તેઓ પર પાડનારા દેવ છે . ગણેશ ૐ રૂપ છે,પ્રત્યક્ષ તત્વ છે ,તેમજ તેઓ કર્તા – બ્રહ્મા છે , ” ધર્ત્તા ” એટલે વિષ્ણુ છે ,તો “હર્તા ‘ એટલે શિવ છે . તેઓ બોલનાર અને શ્રવણ કરનારા એટલે જપ કરનારા ,શાસ્ત્ર ,ભક્તિ સાંભળનારા અને કિર્તન સર્વનું કલ્યાણ કરે છે ; કારણકે શ્રી ગણેશ સૃષ્ટિ ની શરૂઆતમાં પ્રગટેલા ,પુરુષ છતાં માયાથી પર છે . તેથી યોગીઓમાં શ્રેષ્ઠ છે -દેવાદિ દેવોના,ગણોના અધિપતિ છે , ગણેશોત્સવમાં ભક્તિ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના ભાવ પૂર્વક કરીએ , વ્રત ,નિત્ય સ્મરણ ,દર્શન , શાસ્ત્ર વાંચન કરી ,તેઓના આશીર્વાદ ગ્રહણ કરી આયુષ્ય સુખાકારી ,સમૃદ્ધિ ,શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કરીએ , આશીર્વાદ પામી જીવન ધન્યતા અનુભવીએ ,જીવન સાર્થક કરીએ શાસ્ત્રોમાં તેની સવિશેષ મહત્તા દર્શાવેલી છે – શ્રી ગણેશ વાણી રૂપ, ચિત્તરૂપ અને આનંદમય બ્રહ્મ સ્વરૂપ ત્રિગુણાત્મક દેવ ,વિશ્વ ઉત્પન્ન કરનારા મનાય છે . શ્રી ગણેશ ના શરીરના અંગો અને વપરાતાં પૂજાની વસ્તુઓ ની અર્થ સભર અગત્યતતા દર્શાવવામા આવી છે .લાલ જાસુદ ફૂલ ક્રાંતિ નું પ્રતિક છે ,ચોખા ભક્તિ નો સંકેત છે અખંડ ,સિંદૂર સૌભાગ્યનું સૂચક છે , ઉંદર નું વાહન નમ્રતા અને સૂક્ષ્મ નજર નું સંકેત સૂચક અને નાનામાં નાની વ્યક્તિ પણ ભક્તિથી ઈશ્વર નું વાહન બની સેવા કરી શકે છે ,ઉંદર માયાનું પ્રતિક પણ છે , જો માયા પર બને તો તે કાળ ઉપર વિજય પામે છે .દુર્વા તુચ્છને પણ ભગવાન ચરણે સ્થાન મળે છે કારણ ભાવના અને શ્રદ્ધા સાથે ભક્તિ હંમેશા મંગલ ફળ આપે છે . મોદક એટલે ” મોદ “આનંદ ” ક “એટલે નાનો ભાગ -પ્રસાદ મોદક આનંદ,શક્તિ ,જ્ઞાન અને આશીર્વાદ પ્રદાન કરે છે . શ્રી ના શરીર બાબત સાદી સમજ વિચારીએ તો માણસે જીવનમાં કૈંક મેળવવા સૂક્ષ્મ દૃષ્ટિ રાખવી જોઈએ . સારું સાંભળવા કાન ખુલ્લાં રાખવાં જોઈએ ;ગૃપ્ત વાત સંગ્રહી રાખવા તેમજ કડવાશ – કકળાટ ,કંકાસ ,કર્કશા ને ગળે થી ગળીને પેટમાં ઉતારીને ,સ્વચ્છ ચિત્ત ધારણ કરવું જોઈએ ;વિચારો ઊંચા અને વિશાળ રાખવા જોઈએ . ઉંચ્ચ ધ્યેય મેળવવા ખોટા અને અડચણરૂપ તત્વ ઉપર અંકુશ રાખવો જોઈએ ;ઓછું બોલવું ,શુદ્ધ અસરકારક બોલવું બોલવું જોઈએ . ઈચ્છાઓ ઓછી રાખવી ,સંતોષી બનવું , નજર સૂક્ષ્મ અને વેધક છતાં દૂરગામી રાખવી ફાયદા કારક છે – ભાવાર્થ દરેકે સમજવો જોઈએ . જેથી ગણેશોત્સવમાં દર્શન ,ભક્તિ ,સાર્થક થાય ! ચીલા ચાલુ ઢબ અને અણસમજ છોડી જીવનમાં સાચી રીતે કશુંક પ્રાપ્ત કરવાના અવસરને ઓળખો -સામુહિક આનંદ સાથે માનવતા ,એકતા ,ભેદભાવ વિસ્મરણ કરીએ . એક પ્રસન્ન થાય કે ગણપતિ મનોહર અને સુંદર પૂજા કરેલી મૂર્તિ નું વિસર્જન કેમ ? આ બાબત શાસ્ત્રમાં એક શ્રી ગણેશ ઉવાચ –છે :- ” હું છું નિરાકાર છું અને તમારે ત્યાં સાકાર રૂપે મૂર્તિ સ્વરૂપ આવ્યો છું ,10 -10 દિવસ સુધી તમે જે પ્રેમ મારામાં રાખ્યો ,તે પ્રેમ માત્ર મૂર્તિ માં જ નહિ રાખતા ;હું કણે કણ માં છું ,સાકાર ને નિરાકાર માં જોવાનું ધ્યાન રાખો ,આદત કેળવો એવી ભાવનાનો વિકાસ કરો .તમે મને વિરાટમાં જુઓ ,આકારને અનંતમાં સમાવી દેવાય છે – તેથી વિસર્જન કરવું જરૂરી છે . વળી મારી ઉત્પત્તિ ,સ્થિતિ અને લય જળ છે તેથી પાણીમાં વિસર્જન કરાય !